Wednesday, May 29, 2019

सुप्रीम कोर्ट का अहम फैसला, पैतृक कृषि भूमि बाहरी व्यक्ति को नहीं बेची जा सकती

सुप्रीम कोर्ट का अहम फैसला, पैतृक कृषि भूमि बाहरी व्यक्ति को नहीं बेची जा सकती

श्याम सुमन,नई दिल्लीUpdated: Sat, 16 Mar 2019 09:47 AM IST
सुप्रीम कोर्ट ने व्यवस्था दी है कि हिन्दू उत्तराधिकारी पैतृक कृषि भूमि का अपना हिस्सा बेचना चाहता है तो उसे घर के व्यक्ति को ही प्राथमिकता देनी होगी। वह संपत्ति बाहरी व्यक्ति को नहीं बेच सकता। जस्टिस यूयू ललित व एमआर शाह की पीठ ने यह फैसला हिमाचल प्रदेश के एक मामले में दिया। इस मामले में सवाल था कि क्या कृषि भूमि भी धारा 22 के प्रावधानों के दायरे में आती है।
धारा 22 में प्रावधान है कि जब बिना वसीयत के किसी व्यक्ति की मृत्यु हो जाती है तो उसकी संपत्ति उत्तराधिकारियों पर आ जाती है। उत्तराधिकारी अपना हिस्सा बेचना चाहता है तो उसे अपने बचे हुए उत्तराधिकारी को प्राथमिकता देनी होगी।

पीठ ने कहा कि कृषि भूमि भी धारा 22 के प्रावधानों से संचालित होगी। इसमें हिस्सा बेचने के लिए व्यक्ति को अपने घर के व्यक्ति को प्राथमिकता देनी होगी। पीठ ने कहा कि धारा 4 (2) के समाप्त होने का इस पर कोई फर्क नहीं पड़ेगा क्योंकि यह प्रावधान कृषिभूमि पर काश्तकारी के अधिकारों से संबंधित था। पीठ ने कहा कि इस प्रावधान के पीछे उद्देश्य है कि परिवार की संपत्ति परिवार के पास ही रहे और बाहरी व्यक्ति परिवार में न घुसे।
क्या था मामला
इस मामले में लाजपत की मृत्यु के बाद उसकी कृषिभूमि दो पुत्रों नाथू और संतोख को मिली। संतोष ने अपना हिस्सा एक बाहरी व्यक्ति को इसे बेच दिया। नाथू ने मामला दायर किया और कहा कि हिन्दू उत्तराधिकार कानून की धारा 22 के तहत उसे इस मामले में प्राथमिकता पर संपत्ति लेने का अधिकार प्राप्त है। ट्रायल कोर्ट ने डिक्री नाथू के पक्ष में दी और हाईकोर्ट ने भी इसे बरकरार रखा।

Tuesday, May 7, 2019

i-ખેડૂત એક નવીન સોપાન

બિનખેડૂતો દ્વારા વીલ યાને વસીયતનામા: હાઈકોર્ટની બે ડિવિઝન બેન્ચના વિરોધાભાસી જજમેન્ટ અંગે કાયદાકીય જોગવાઈઓ

બિનખેડૂતો દ્વારા વીલ યાને વસીયતનામા: હાઈકોર્ટની બે ડિવિઝન બેન્ચના વિરોધાભાસી જજમેન્ટ અંગે કાયદાકીય જોગવાઈઓ

લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)



આ લેખમાળાના માધ્યમથી, ગુજરાતમાં વીલથી થતા બિનખેડુત ખેડુત માટે અગાઉ કાયદાકીય જોગવાઈ અને સરકારને ઉપરવટ અસર આપતો (Overriding effect) આપતો કાયદો ઘડવા અનુરોધ કર્યાે છે. 


પરંતુ ગત અઠવાડિયે ગુજરાત હાઈકોર્ટની ડિવીઝન બેન્ચે આરટીએસ (Record of Rights) હેઠળના કેસમાં જમીન મહેસૂલ કાયદામાં ખેડુતની વ્યાખ્યા ન હોવાના મુદ્દા ઉપર વીલથી થયેલ બિનખેડુત - ખેડુતને માન્ય રાખતો ચુકાદો મેં સમાચારપત્રમાં પ્રસિધ્ધ થયેલ સમાચાર સાથે જાણકારી મળી, રાજ્યના ઘણા મહેસૂલી અધિકારીઓએ આ અંગે મારી પાસે કાયદાકીય જોગવાઈઓ અને ગુજરાત હાઈકોર્ટના અગાઉના ડિવીઝન બેન્ચના જજમેન્ટથી આ ચુકાદો વિરોધીભાસી હોવાનું જણાવી સૌની જાણકારી માટે માર્ગદર્શન આપવાનું જણાવ્યું. જેથી ખેડુતો અને સામાન્ય નાગરિકને સમજાય તે સ્વરૂપે આ મુદ્દા ઉપર તમામ બાબતોને આવરી લેતી કાયદાકીય જોગવાઈઓ સાથે નિરૂપણ કરું છું.


સૌ પ્રથમ તો ચેતલ ભટ્ટના કિસ્સામાં ગયા અઠવાડિયે જે જજમેન્ટ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે તેની સમાચારપત્રમાં પ્રસિધ્ધ થયેલ હક્કિત જોતાં સ્પષ્ટ થાય છે કે, આર.ટી.એસ. કેસમાં એટલે કે હક્કપત્રકમાં વીલ આધારે પાડવામાં આવેલ બિનખેડુતની નોંધ નામંજૂર કરવામાં આવેલ હશે અને તે આધારે ક્રમશઃ મહેસૂલ અપીલીય હકુમત ધરાવતી કોર્ટાે બાદ હાઈકોર્ટના સીંગલ જજ દ્વારા પણ આર.ટી.એસ. (હક્કપત્રકની નોંધો) કાર્યવાહી હેઠળની કાર્યવાહી ગણીને વીલ આધારે બિનખેડુતની તરફેણમાં પાડવામાં આવેલ નોંધ માન્ય રાખી, જે સરકાર તરફે ગુજરાત હાઈકોર્ટમાં ડિવીઝન બેન્ચ સમક્ષ અપીલ થતાં, જે અવલોકનો કરવામાં આવ્યા છે તેમાં તેવો ઉલ્લેખ છે કે, આ જે કાર્યવાહી થઈ છે તે આર.ટી.એસ. હેઠળની છે અને જમીન મહેસૂલ કાયદામાં ખેડુતની વ્યાખ્યા નથી. 


આ અંગે જણાવવાનું કે, હક્કપત્રકમાં જે નોંધો પાડવામાં આવે છે તેનો મુખ્ય આધાર Fiscal Purpose એટલે કે મહેસૂલી નાણાંકીય વ્યવહાર માટે છે અને આ નોંધોનું મૂલ્ય ફક્ત માન્યતા આધારિત (Presumptive) છે એટલે કે વિરૂધ્ધનું પુરવાર ન થાય, ત્યાં સુધી માન્ય ગણવાની છે. પરંતુ મહેસૂલી રેકર્ડમાં હક્કપત્રકની નોંધો પાડવાની જે માર્ગદર્શક સુચનાઓ છે તે પ્રમાણે કોઈપણ વ્યવહાર, વેચાણ, તબદીલી, વારસાઈ વગેરે જે કલમ-૧૩૫ સી હેઠળ જાણ કર્યેથી અથવા જે કિસ્સાઓમાં આપોઆપ નોંધ પડે છે. 


દા.ત. રજીસ્ટર્ડ દસ્તાવેજમાં ઈન્ડેક્ષનો દાખલો, કોર્ટ તેમજ મહેસૂલી કચેરીઓના હુકમો આ નોંધો આપોઆપ પાડવામાં આવે છે એટલે કે કોઈ વ્યવહાર પ્રવર્તમાન કાયદાની જોગવાઈઓ વિરૂધ્ધ થયેલ હોય તો પણ તે હક્કપત્રક રજીસ્ટરમાં તેની નોંધ કરવાની હોય છે. ફક્ત નોંધ પ્રમાણિત અધિકારીએ જ્યારે નોંધ મંજૂર કરવામાં આવે ત્યારે પ્રવર્તમાન કાયદાને સુસંગત વ્યવહાર છે કે નહી તે ધ્યાનમાં લેવાનો છે. 


હવે મુળ મુદ્દા ઉપર આવીએ તો સૌ પ્રથમ મેં મારા અગાઉ લેખોમાં જણાવ્યું છે તેમ વીલ યાને વસિયતનામું રજીસ્ટર્ડ કરાવવું ફરજીયાત નથી. ફક્ત બે સાક્ષીઓની હાજરીમાં સાદા કાગળ ઉપર થઈ શકે. ફક્ત હયાતીમાં સાવધ અવસ્થામાં કરવાનું છે અને મૃત્યુ બાદ અમલમાં આવે છે. આટલી જ કાયદાકીય જોગવાઈઓ વારસા અધિનિયમ (India Succession Act) કે મિલ્કત તબદીલી અધિનિયમમાં (Transfer of Property Act) જોગવાઈઓ છે. 


આ કાયદાની જોગવાઈઓ હેઠળ ગુજરાતમાં બિનખેડુત વ્યક્તિઓ ખેડુત બનવા ખાતેદારના મૃત્યુ પહેલાં અથવા પાછળથી ખોટી રીતે વીલ બનાવી ખેડુતો થયા હોય તેવા સંખ્યાબંધ કિસ્સાઓ ગુજરાતમાં છે અને અમો જ્યારે સુરત પ્રાન્ત હતા, ત્યારથી આ મુદ્દે વારંવાર સરકારમાં જણાવવા છતાં, આજ દિન સુધી આ અંગે ઉપરવટ અસર આપતો (Overriding effect) ગણોતધારાની કલમ-૬૩માં સુધારો કરતો કાયદો ઘડવામાં આવેલ નથી. જેથી ગણોતધારાની જોગવાઈઓ વીલ યાને વસીયતનામાના ઓથા હેઠળ બિનખેડુત વ્યક્તિઓ ખેડુત બની ગયા છે.


આવા સંખ્યાબંધ કિસ્સાઓ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જતાં ગુજરાત હાઈકોર્ટની જયંત પટેલના અધ્યક્ષસ્થાનથી ખંડપીઠે વીલથી થતા બિનખેડુત વ્યક્તિ ખેડુત ન બની શકે તેવું સ્પષ્ટ જજમેન્ટ આપેલ છે અને રાજ્યસરકારને સબંધિત એટલે કે ગણોતધારાની જોગવાઈઓમાં ફેરફાર કરવાના આદેશો કર્યા છે. 


પરંતુ આજ દિન સુધી રાજ્યસરકારે આ દિશામાં કોઈ પગલાં લીધા નથી મને લાગે છે કે, મહેસૂલ વિભાગના અધિકારીઓ પણ આ મુદ્દાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મુલવતા લાગતા નથી. મારા ખ્યાલ મુજબ આ બાબત સુપ્રિમ કોર્ટમાં પણ પડતર છે. પરંતુ જાણકારી મુજબ મનાઈ હુકમો નથી. મને સ્પષ્ટ લાગે છે કે કાયદા વિભાગ પણ ગણોતધારાની કલમ-૬૩ હેઠળની જોગવાઈઓ, જમીન મહેસૂલ અધિનિયમની આર.ટી.એસ. હક્કપત્રકની કાર્યવાહી, ભારતીય વારસા અધિનિયમ અને ટ્રાન્સફર આફ પ્રોપર્ટીએેક્ટની વીલની જોગવાઈઓ આ બધા કાયદામાં જે જોગવાઈઓ છે તે અલગ પ્રકારની સ્વતંત્ર કાર્યવાહી છે. જ્યારે ગુજરાતમાં ગણોતધારાની કલમ-૬૩ બિનખેડુતની તરફેણમાં ખેતીની જમીન ધારણ કરવા ઉપર પ્રતિબંધ છે. જ્યારે અન્ય કાયદાની વીલ અંગેની જોગવાઈઓ ગણોતધારાની જોગવાઈઓને નિષ્ફળ બનાવે છે. 


જેથી તાજેતરમાં ડિવીઝન બેન્ચે જે જજમેન્ટ આપ્યું છે તેમાં આર.ટી.એસ.ની (હક્કપત્રકની) કાર્યવાહીનું અર્થઘટન કર્યું છે અને જમીન મહેસૂલ કાયદામાં ખેડૂતની (Agriculturist)ની વ્યાખ્યા નથી આપી તેવું જણાવી બિનખેડુતનો વીલ અંગેનો વ્યવહાર માન્ય રાખ્યો છે. જ્યારે ડિવીઝન બેન્ચે ગણોતધારાની કલમ-૬૩ હેઠળની જોગવાઈઓ ધ્યાનમાં લીધી નથી તેમજ અગાઉના આ જ હાઈકોર્ટના જયંત પટેલના અધ્યક્ષપણા હેઠળની ખંડપીઠનું ૅજજમેન્ટ જે વીલથી થતા બિનખેડુત તેમજ બિનખેડુત કઈ રીતે ખેડુત બની શક્તા નથી તેનું વિગતવાર જજમેન્ટ આપેલ છે.


આ ઉપરાંત બંધારણીય રીતે જોઈએ તો પણ ગણોતધારો એટલે કે Tenancy Act ગુજરાતમાં જે લાગુ પડે છે. તે ખેડુતોના તેમજ ખેડે તેની જમીન એટલે કે Tenancy Act માં Agriculturist - ખેડુત - જાતખેતી - Personal Cultivation આ બધી વ્યાખ્યા આપી છે અને આ ગણોતકાયદો ભારતના બંધારણ હેઠળ જે જમીન સુધારાની - Land Reformsનું અલગ શિડયુઅલ છે તેની સુચિમાં સમાવિષ્ઠ થાય છે એટલે કે બંધારણના સમાનતાના હક્ક કે કોઈપણ વ્યક્તિને સમગ્ર દેશમાં ધંધો, વ્યવસાય કરવાના વ્યવસાયની જોગવાઈઓની છુટછાટની જોગવાઈઓનો પ્રબંધ પણ આ ખેડુતની વ્યાખ્યા ગણોતધારામાં છે તેમાં પ્રતિબંધ નથી.


આમ આર.ટી.એસ. હેઠળની કાર્યવાહી અને ગણોતધારાની કલમ-૬૩ હેઠળની જોગવાઈઓ અલગ છે. તે હાલના જજમેન્ટની ખંડપીઠે ધ્યાનમાં લીધેલ હોવાનું જણાતું નથી. સરકારી વકીલને પણ આ બાબત ધ્યાનમાં હોવી જરૂર હતી અને કોર્ટનું ધ્યાન દોરવું જોઈતું હતું કારણ કે આવા જ બિનખેડુતના તેમજ વીલથી થતા ખેડુતો અંગે અગાઉની જયંત પટેલની ખંડપીઠે આપેલ જજમેન્ટની વિરોધાભાસી બાબતો છે અને આ ઉપરાંત બિનખેડુત દ્વારા જો ખેતીની જમીન ખરીદેલ હોય કે વીલથી પ્રાપ્ત કરેલ હોય તો ગણોતધારાની કલમ-૬૩ના ભંગ હેઠળ-૮૪ સી હેઠળ કાર્યવાહી હાથ ધરી શકાય છે.


આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે પણ Evergreen Apartmentના કેસમાં જ્યારે જુદા જુદા કાયદા હેઠળ ચોક્કસ જોગવાઈઓ હોય તો એક જ આર.ટી.એસ. ની કાર્યવાહીમાં જુદા-જુદા કાયદાની કાર્યવાહી હાથ ધરી ન શકાય, આ પાયાના સિધ્ધાંતને ધ્યાનમાં લેવામાં આવે તો પણ આર.ટી.એસ. હેઠળ જે બિનખેડુતની તરફેણમાં જજમેન્ટ જે અપાયેલ છે તેમાં ગણોતધારાની કલમ-૬૩ના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી શકાય.


આમ તમામ પ્રકારની છણાવટ વીલથી થતા બિનખેડુત - ખેડુત ઉપરના મુદ્દાઓની સ્પષ્ટતા કરવામાં આવી છે. તમામ મહેસૂલી અધિકારીઓ અને નોંધ પ્રમાણિત અધિકારીઓ અમારા દ્વારા કરેલ અવલોકનો ધ્યાનમાં રાખે. રાજ્ય સરકારને વધુ વિલંબ કર્યા વગર તાત્કાલીક અસરથી કલમ-૬૩ હેઠળની જોગવાઈઓ નિષ્ફળ બનાવવા માટે વીલથી થતા બિનખેડુત વ્યક્તિઓ માટે ઉપરવટ અસર આપતો (Overriding effect) કાયદો ગુજરાતના ખેડુતોના હિતમાં ઘડે નહિ તો લાંબાગાળે મૂળ ખેડુતોના બદલે સ્થાપિત હિત ધરાવતા મુઠ્ઠીભર બિનખેડુતો પાસે ખેતીની જમીન જતી રહેશે.

મિલ્કતના અધિકાર અંગે બંધારણીય અને જમીન / મિલ્કતને સંલગ્ન સબંધિત કાયદાની જોગવાઈઓ

મિલ્કતના અધિકાર અંગે બંધારણીય અને જમીન / મિલ્કતને સંલગ્ન સબંધિત કાયદાની જોગવાઈઓ


લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)





આપણા બંધારણમાં છ દેશોના જુદા જુદા બંધારણની જોગવાઈઓના અભ્યાસ બાદ અમુક લાગુ કરાઇ છે

સૌપ્રથમ વિશ્વમાં લોકોના અધિકારનું દસ્તાવેજી ખત 'Magna Carta' 'મેગ્નાકાર્ટા' -૧૨૧૫માં બહાર પાડવામાં આવેલ, ત્યારપછી ઉતરોતર વ્યક્તિ સ્વાતંત્રની સાથોસાથ મિલ્કત / જમીનના માલિકી હક્કો અંગે સુધારા થયા.
આપણા દેશના પરિપ્રેક્ષ્યમાં ચર્ચા કરીએ તો, જુદા જુદા શાસકોના યુગમાં સર્વોપરી સતા તરીકે (Sovereign - Power) આઝાદી મળી, ત્યાં સુધી રાજાઓ (Kingship) કેન્દ્ર સ્થાને હતા એટલે પ્રજા / લોકો જમીન કે મિલ્કત ઉપરના મર્યાદિત હક્કો શાસકોની મહેરબાની અનુસાર ભોગવતા અંગ્રેજોના શાસન દરમ્યાન ઘણા નિયમનકારી કાયદાઓ ઘડાયા.
જેમાં જમીન મહેસૂલ કાયદો, ટ્રાન્સફર આફ પ્રોપર્ટી એક્ટ, ઈન્ડીયન સક્શેન એક્ટ - ૧૯૨૫, રજીસ્ટ્રેશન એક્ટ-૧૯૦૮ કોન્ટ્રેક્ટ એક્ટ કે જે જમીન / મિલ્કતને નિયમન કરતા કાયદા છે અને આજે પણ થોડા ઘણા ફેરફારો સાથે અમલમાં છે.
આપણને આઝાદી ૧૯૪૭માં મળી, પણ પ્રજાસતાક રાજ્ય (Republic State) ૧૯૫૦માં મળ્યું એટલે કે બંધારણ અમલમાં આવ્યા બાદ લોકશાહી શાસનવ્યવસ્થા અમલમાં આવી, આપણા બંધારણમાં છ દેશોના જુદા જુદા બંધારણની જોગવાઈઓના અભ્યાસ બાદ અમુક જોગવાઈઓ લાગુ કરી છે.
બંધારણમાં અને ખાસ કરીને લોકશાહી તત્વ સાથે સંકળાયેલી અગત્યની બાબતોમાં નાગરિકોને બક્ષવામાં આવેલ મુળભુત હક્કો (Fundamental Rights) છે અને જેમાં Right to Property એટલે કે 'મિલ્કત ધરાવવાના' અધિકાર છે એટલે કે દેશના નાગરિકને આ અધિકાર મિલ્કત ધરાવવા અને યોગ્ય નિકાલ કરવાનો અધિકાર છે.
પરંતુ હજુ ઓછા લોકોને ખબર છે કે ઘણીવાર શિક્ષિત અને અધિકારી / કર્મચારીઓને પણ ખબર નથી કે 'મિલ્કતનો અધિકાર' જે મુળભુત અધિકાર હતો તેને બદલે ૧૯૭૮માં, ૪૪મા બંધારણીય સુધારાથી નવીન આર્ટીક્લ '૩૦૦ એ' ઉમેરવામાં આવી અને મુળભુત અધિકારને બદલે બંધારણીય કાનુની અધિકાર આપવામાં આવ્યો અને ઉમેરવામાં આવ્યું કે 'No Person shall be deprived of his property - Save by Authority of luw' એટલે કે કોઈપણ વ્યક્તિની મિલ્કતને કાયદાની પ્રક્રિયા સિવાય મિલ્કત લેવામાં આવશે નહિ.
આ કરવા પાછળનો પણ ઈતિહાસ છે કે આ બંધારણીય સુધારો કરવામાં આવ્યો ત્યારે મોરારજી દેસાઈની જનતાપક્ષની સરકાર હતી અને ખાસ કરીને 'મીનરવા મીલ્સ' કેસમાં સુપ્રિમકોર્ટના જજમેન્ટ પછી તેમજ જમીન સંપાદન કાયદામાં, જે મિલ્કત લેવાની બાબત છે તે અવારનવાર ન્યાયની કોર્ટોમાં પડકારવામાં આવતી હતી.
આ ઉપરાંત ઘણા સંખ્યાબંધ કેસો રાજાશાહી વખતના જુદા જુદા ટેન્યોર હેઠળ જે જમીનો ચાલતી હતી, તેમાં જમીન સુધારા કાયદાઓ અમલ કરવામાં આ મિલ્કત ધરાવવાના અધિકારને એક ગ્રાઉન્ડ તરીકે રજુ કરવામાં આવતો અને એટલે ૧૯૭૮માં ૪૪મા બંધારણમાં સુધારો કરીને મુળભુત અધિકારમાંથી મિલ્કતના અધિકારને દુર (Delete) કરીને ફક્ત આર્ટીક્લ ૩૦૦ એ હેઠળ બંધારણીય અધિકાર આપવામાં આવ્યો છે.
આટલી પાયાની બંધારણની જોગવાઈઓની બાબતને જણાવ્યા પછી જમીન મહેસૂલ કાયદામાં જમીન કે મિલ્કત બાબતની જોગવાઈઓ છે તે જમીન મહેસૂલ વસુલ કરવું અને રેકર્ડ અદ્યતન રહે તે માટે હક્કપત્રક એટલે કે ગામના નં. ૬ માં કોઈ હક્ક ફેરફાર/ વેચાણ/ તબદીલ થાય તો વિરૂધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી માન્ય રાખવા તે પાયાનો સિધ્ધાંત છે એટલે કે તેનું મુલ્ય નાણાંકીય / મહેસૂલ પુરતું (Fiscal Purpose) છે.
જ્યારે માલિકીહક્કોની અંગે વિવાદ થાય તો માલિકી હક્ક નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટને છે અને તે મુજબ મહેસૂલી રેકર્ડમાં ફેરફાર થાય છે. આવો જ બીજો કાયદો કે જે ભારતીય વારસાહક્ક અધિનિયમ ૧૯૨૫ (Indian Succession Act) તેમજ હિન્દુ વારસાહક્ક અધિનિયમ ૧૯૫૬ છે. આ બંને કાયદાઓ મિલ્કત ધારણકર્તાઓની સ્થાવર તેમજ જંગમ મિલ્કતના વહિવટ માટેની આદર્શ સંહિતા છે.
(code of conduct) આ કાયદા અન્વયે મૃત્યુ પામનાર તેના મૃત્યુ સમયે ગમે ત્યાં કાયમી વસવાટ કરતો હોય તો પણ તેની ભારતમાં આવેલી સ્થાવર મિલ્કતના (Immoveable Property) વારસાહક્કનું નિયમન ભારતના અમલી કાયદાથી થાય છે. પરંતુ જો વ્યક્તિનું મૃત્યુ જે દેશમાં કાયમી વસવાટ કરતો હોય તો તેના દ્વારા ધારણ કરેલ જંગમ મિલ્કત (Moveable Property) હોય તો તે દેશના કાયદા મુજબ જંગમ મિલ્કતનું નિયમન થશે.
દાખલા સ્વરૂપે સમજવું હોય તો ભગત નામના વ્યક્તિનો ભારતમાં કાયમી વસવાટ છે. પરંતુ તે જર્મનીમાં મૃત્યુ પામે છે અને ભગતની જંગમ મિલ્કતો ફ્રાન્સ અને ઈંગ્લેન્ડમાં છે અને ભારતમાં તેની જંગમ અને સ્થાવર મિલ્કતો ભારતમાં છે તો આ તમામ મિલ્કતોનું વ્યવસ્થાપન કે નિયમન ભારતના કાયદાથી થશે તે જ રીતે છગન નામનો વ્યક્તિ જેનો ઈંગ્લેન્ડમાં કાયમી વસવાટ છે અને તેની સ્થાવર અને જંગમ મિલ્કત ભારતમાં મુકીને જાય છે.
તો આ વ્યક્તિની જંગમ મિલ્કતનો વહિવટ ઈંગ્લેન્ડના કાયદા પ્રમાણે થશે અને સ્થાવર મિલ્કતનો વહિવટ ભારતના કાયદા મુજબ થશે. આમ તો પ્રસ્થાપિત કાયદા મુજબ સ્થાવર મિલ્કત (Immoveable) માટે 'ન્ચુ ર્ક ન્ચહગ' એટલે કે જે તે દેશનો કાયદો લાગુ પડે છે અને આ કાયદામાં કાયમી વસવાટ (Domicile)ની વ્યાખ્યા પણ આપવામાં આવી છે અને સામાન્ય રીતે જેમ બંધારણમાં નાગરિકત્વ (Citizenship) પ્રાપ્ત થાય છે.
દા.ત. જન્મથી તે જ રીતે કાયમી વસવાટ પણ તે રીતે પ્રાપ્ત થાય છે. વારસાહક્ક અધિનિયમમાં સ્થાવર / જંગમ મિલ્કતના નિયમન માટે તમામ કાયદાકીય જોગવાઈઓ છે અને લોહીના સબંધોમાં (consanguial) મિલ્કત કઈ રીતે વહેંચવામાં આવે અને હિસ્સો મળે તે જોગવાઈઓ છે. આજ કાયદામાં વીલ યાને વસીયતનામું અંગેની પણ જોગવાઈ છે અને આ અંગે મેં અગાઉના લેખોમાં વર્ણન કરેલ છે.
વીલ સાથે કોડીસીલ (Codicil) નામનું Instrument હોય છે જે કાર્યપધ્ધતિ સુચવે છે. તે જ રીતે વીલ ઉપરથી પ્રોબેટ યાને સટફીકેટની પણ જોગવાઈ છે. પ્રોબેટ મેળવવું ફરજીયાત નથી.
પરંતુ જ્યારે વિવાદ થાય ત્યારે જેમ વીલ રજીસ્ટર્ડ કરાવવું ફરજીયાત નથી તેમ કાયદાની કોર્ટમાં પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે એક અગત્યના પુરાવા તરીકે રજુ કરી શકાય છે. આ કાયદામાં વીલ, પ્રોબેટ અંગે વિગતવાર જોગવાઈઓ છે અને પ્રોબેટની નિર્ણયાત્મકતા (Conclusiveness) અને વહિવટીપત્ર અંગેની અસરકારકતા અંગેની પણ વિશેષ જોગવાઈઓ છે.
મિલ્કત / જમીન અંગેનો ત્રીજો અગત્યનો કાયદો છે તે મિલ્કત-હસ્તાંતર અધિનિયમ (Transfer of Property Act) આ કાયદામાં પણ મિલ્કતના/જમીનના/ વેચાણ / વેચાણકરાર/ જુદા જુદા ગીરોના પ્રકાર/ વસિયતનામું/ ભાડાપટ્ટા આ તમામની જોગવાઈઓ છે અને આ કાયદામાં મિલ્કત તબદીલીના સ્ર્ગી એટલે કે માધ્યમ અંગેના વર્ણન છે અને આ વ્યવહારો સાથે રજીસ્ટ્રેશન એક્ટ જોડાયેલો છે કે ક્યા ક્યા વ્યવહારોમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે અને તેનાથી કાયદાકીય પીઠબળ ક્યું છે અને તે સાથે સ્ટેમ્પ એક્ટ કે જેમાં જે પ્રકારનો વ્યવહાર હોય તે રાજ્ય સરકારે નિયત કરેલ સ્ટેમ્પનો ઉપયોગ કરવાનો છે. જ્યારે જમીન / મિલ્કતના વ્યવહારો માટેના જુદા જુદા કાયદાઓ જે સંલગ્ન છે તે બાબતોની જાણકારી આપી પરંતુ તે સાથે ર્ભહાચિબા છબા કરાર અધિનિયમના પણ અમુક તત્વો લાગુ પડે છે.
દા.ત. વેચાણ, ત્યારે જ શક્ય છે કે જેમાં તમો મિલ્કત/ જમીનની તબદીલીના બદલામાં અવેજ એટલે કે (Consideration) આપો છો. આમ કરાર અધિનિયમનું તત્વ પણ જમીન / મિલ્કતોના વ્યવહારોમાં જોડાયેલું છે. આમ સામાન્ય જાહેર જનતાને મિલ્કત / જમીન / વારસાઈ હક્ક વગેરે બાબતોમાં રોજબરોજ જે પ્રશ્નો ઉદ્દભવે છે તે અંગે પાયાની તમામ કાનુની જોગવાઈઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આશા છે કે સૌ કોઈને ઉપયોગી બની રહેશે.

બિનખેતી અને બાંધકામ પરવાનગી મહત્વનું કદમ: અમલીકરણ વાસ્તવિક બને તે જરૂરી...

બિનખેતી અને બાંધકામ પરવાનગી મહત્વનું કદમ: અમલીકરણ વાસ્તવિક બને તે જરૂરી...




બિનખેતી અને બાંધકામ પરવાનગી મહત્વનું કદમ: અમલીકરણ વાસ્તવિક બને તે જરૂરી..

લોકાભિમુખ માર્ગદર્શન - H.S. પટેલ IAS (નિ.)

સત્તાના વિકેન્દ્રીકરણના ભાગરૂપે બિનખેતી અને બાંધકામ પરવાનગીમાં સક્ષમ સત્તાધિકારીઓને સત્તા - સોંપણી (Delegation) વૈશ્વિકરણ (Globalisation) Liberalisation ઉદારીકરણ અને ખાનગીકરણ (Privatisation) આ ૨૧મી સદીના આથક સુધારાના (Economic Reforms) વિકાસના અગત્યના પરિમાણો (Parameters) છે અને આ સિધ્ધ કરવા સરકારી કામકાજની પ્રક્રિયામાં સરળીકરણ, કાયદાઓમાં સુધારા, લાયસન્સરાજનો અંત Decontrol વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

અંગ્રેજ શાસન વ્યવસ્થાના ભારતમાં તેઓનો ઉદ્દેશ નિયમનકારી (Regulating) હતો કારણકે તેમાં સંસ્થાનવાદનું હિત-તત્વ સમાયેલ હતું અને અંગ્રેજોએ જે વહિવટીતંત્ર વિકસાવેલ, તે અમલદારશાહી (Bureaucratic) અને Red Tepsim લાલફિતાશાહી તરીકે ઓળખાય છે અને સરકારી તંત્ર પીરામીડ એટલે કે hierarchy કરોડરજ્જુની માફક હોય છે.

પરંતુ Nervous System ચેતાતંત્ર નથી કારણકે તે પ્રક્રિયા આધારિત સરકારી કાર્યપધ્ધતિ છે અને સ્વાભાવિક છે કે, કાયદાનું શાસન (Rule of Law) જળવાય પરંતુ મહત્વનું એ છે કે, નાગરિકને જે કાયદેસરની સેવાઓ આપવાની છે તે સમયમર્યાદામાં વિનાવિલંબે, અડચણ વિના Without Hessની મળે. તાજેતરના વર્લ્ડબેન્કના રીપોર્ટમાં ભારતનો ક્રમ ૧૪૫ ક્રમે હતો તે ૭૭માં ક્રમે થયો છે તે હક્કિત છે Ease of Doingનું રેન્કીંગ દેશના રાજ્યો વચ્ચે પણ કરવામાં આવે છે અને ગુજરાત અગાઉ પ્રથમક્રમે હતું તે હાલ ત્રીજા ક્રમે છે જો કે આ રેન્કીંગ Dynamic છે. આ સંદર્ભમાં ગુજરાત સરકારે, થોડા સમય પહેલાં ઓનલાઈન બાંધકામ પરવાનગી અને ઓનલાઈન બિનખેતીની પરવાનગીના નિર્ણયો છે. ઓનલાઈન બાંધકામ પરવાનગીમાં તો હજુ પણ ફેબુ્રઆરી સુધી આફ લાઈન એટલે કે સમાંતર પ્રક્રિયા ચાલુ છે. ખરેખર તો આ નિર્ણયો અમલી કરવામાં Business Process હેઠળ જે Workflow નક્કી કરવામાં આવ્યો હોય તે તમામ કચેરીઓ vwht Internet ylu Robust Networkle mt:u Customised Software પાયાની જરૂરિયાત છે. ઘણીવાર આપણે જોઈએ છીએ ૈંહાીહિીાની જે કક્ષાએ સ્પીડ હોવી જોઈએ તે હોતી નથી.

બીજું કે સૌથી મોટી અડચણ હોય તો કર્મચારી / અધિકારીઓની માનસિકતા અને વલણમાં બદલાવ લાવવો પડે, કેમકે હાલની કાર્યપધ્ધતિમાં કર્મચારી / અધિકારી કાગળોની ફાઈલથી ટેવાયેલ છે અને Querry પૃચ્છા નામનું તત્વ હોય છે એટલે દરેક કર્મચારી / અધિકારીને ટેક્નોલોજીક્લ સેવી (Tech. Savy) બનાવવા માટે સઘન તાલીમ આપી વલણમાં આમુલ પરિવર્તન કરવું જરૂરી છે.

આ ઉપરાંત જે વિષય ઉપરની પરવાનગી આપવાની હોય તે અંગેના દસ્તાવેજો સૌથી પ્રસ્તુત અને ઓછા હોવા જોઈએ. ઘણી માહિતી સરકારી રેકર્ડ ઉપર જ ઉપલબ્ધ હોય તે અરજદાર પાસે મંગાવવામાં આવે અને અરજદારને તે માહિતી / દસ્તાવેજ સરકારી કચેરીમાંથી મેળવવામાં મુશ્કેલી પડે છે અને તે મુદ્દા ઉપર ઓનલાઈન અરજી સ્વીકારવામાં ન આવે.

દા.ત. સબંધિત ટીપીનો ફાયનલ પ્લોટ ક્યા ઝોનમાં આવે છે અથવા ફાયનલ પ્લોટના ક્ષેત્રફળમાં તફાવત હોય, આ બાબત ઉદાહરણ સ્વરૂપે જણાવી છે તે જ રીતે બાંધકામ પરવાનગી આપતા સક્ષમ અધિકારી (Competent Authority) તરીકે સત્તા સોંપણી Delegations of Powers કરવા જોઈએ અને Workflowમાં ઓછામાં ઓછા જવાબદાર અધિકારી હોય તો ઝડપથી પરવાનગી આપી શકાય. આમ સરકાર આ અભિગમથી સરકારના ટાઉનપ્લાનીંગ ઓફિસર અને બાંધકામની પરવાનગી આપતા સક્ષમ અધિકારી અમલીકરણ કરે તો આ પગલું ગુજરાતને Ease of Doing Businessમાં અગ્રેસર રાખવામાં મહત્વનું પુરવાર થશે.બીજો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે, તાજેતરમાં સમગ્ર રાજ્યના તમામ જીલ્લાઓમાં લાગુ કર્યો છે તે ઓનલાઈન બિનખેતીની પરવાનગી, હજુ હું તો આગળ વધીને જણાવું છું કે, જ્યાં જમીન જુની શરતની છે. મહેસૂલી ટાઈટલ ક્લીયર છે ત્યાં બિનખેતીની પરવાનગી કાઢી નાખવાની જરૂર છે એટલે કે પાયાના સિધ્ધાંતને સમજવામાં આવે તો મહેસૂલી તંત્રનુ મુખ્ય કાર્ય ૧૮૭૯માં જ્યારે મહેસૂલ કાયદો ઘડાયો ત્યારે ક્યા ખાતેદાર / કબજેદાર પાસેથી મહેસૂલ કેટલું ઉઘરાવવું તે હતો અને આજે છે જો કાયમી ખરડો ગામના નમુના નં. ૧ જોવામાં આવે તો તેમાં ખેતવિષયક નંબર દર્શાવેલ છે એટલે કે જ્યારે જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ બિનખેતી એટલા માટે રાખવામાં આવેલ કે, જ્યારે ખેતી સિવાયનો ઉપયોગ થાય ત્યારે બિનખેતી વિષયક ધારો વસુલ લેવો અને કાયમી ધોરણે બિનખેતી વિષયક ધારો વસુલ કરવા - કાયમી ઉપજ તરીકે ગામના નમુના નં. ૨ માં ચઢાવવી, આ પાયાનો સિધ્ધાંત છે, આટલી કામગીરી માટે જેમ પ્રામાણિક ઔદ્યોગિક હેતુ માટે ખાતેદાર / જમીનનો ધારક જમીન ખરીદીને ક્લેક્ટરને જાણ કરી દે છે અને તે, પરવાનગી આપવાની જવાબદારી કલેક્ટરની છે તે જ રીતે બિનખેતીની પ્રક્રિયા એવી રીતે સરળ કરી શકાય કે, જુની શરતની જમીનનો ધારણકર્તા જેનું ટાઈટલ ક્લીયર હોય તે બિનખેતી ઉપયોગ કરવા માંગતો હોય તે અંગે જે સબંધિત વિસ્તાર પ્રમાણે બિનખેતી ધારા તેમજ રૂપાંતરિત કરની રકમ ભરીને કલેક્ટરને જાણ કરે અને કલેક્ટર તે આધારે કાયમી ઉપજ વસુલ કરવાનો અનૌપચારિક હુકમ કરે, કારણ કે હવે જુના ૧૮૭૯ના કાયદા વખતે ફક્ત કલેક્ટર એક જ વ્યવસ્થાતંત્ર હતું તે વખતે ટાઉનપ્લાનીંગ / માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન / અલગ શહેરી વિકાસ સત્તામંડળો / મહાનગરપાલીકા / નગરપાલીકાનું તંત્ર ન હતું અને હવે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં કોમન જી.ડી.સી.આર. કરી દીધા છે ત્યારે આ પ્રક્રિયામાં જો સુધારો કરવામાં આવે તો મને લાગે છે કે, ગુજરાત સરકાર Ease of Doing Business કાયમી ધોરણે પ્રથમ ક્રમે રહેશે.તાજેતરમાં સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં જીલ્લા / તાલુકા પંચાયત હસ્તક બિનખેતીની સત્તાઓ હવે કલેક્ટર કક્ષાએ આપી છે. આ એક અગત્યનું મહત્વનું કદમ છે કારણ કે સૌને ખબર છે કે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બિનખેતીની પરવાનગીમાં વિલંબિત પ્રક્રિયાની સાથે અઘટિત આચરણો થતા હતા અને આ સત્તાઓ મુળ મહેસૂલ વિભાગ હસ્તક જ હતી.

પરંતુ પંચાયતી રાજની વિભાવના સાથે સત્તા અને સાધનો પંચાયતોને આપવાના હતા, ખરેખર તો તેમાં બિનખેતીની પરવાનગીની બાબત ન હતી, પરંતુ જે મહેસૂલી આવક આવે તેમાંથી પંચાયતોને હિસ્સો આપવાનો હતો અને આ સત્તાઓ જમીન મહેસૂલ નિયમો હેઠળ હતી એટલે હાલ જે ફેરફાર કરવામાં આવ્યો છે તે લોકોના હિતમાં છે.પરંતુ જેમ અમુક કક્ષાના ગામો માટે જેમ તાલુકા પંચાયતને બિનખેતીની પરવાનગી આપવાની સત્તા હતી તેમ જ્યારે આ સત્તાઓ કલેક્ટર હસ્તક કરવામાં આવી છે તેના બદલે આ સત્તાઓ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીને ઘીનીયચાી કરી દેવાની જરૂર છે જેથી ઝડપથી પરવાનગીઓ અપાશે અને બિનખેતીની ઓનલાઈન પધ્ધતિમાં પણ બાધકામની પરવાનગીની જેમ ઓછામાં ઓછા દસ્તાવેજો ખાતેદારો / કબજેદારો પાસે માંગવા જોઈએ.

૧૯૫૧થી શરૂ કરીને તમામ ૭/૧૨ કે હક્કપત્રકની નોંધો પક્ષકાર પાસેથી માંગવાને બદલે આ રેકર્ડ કોમ્પ્યુટરાઈઝ કરવાથી તમામ ઓનલાઈન ઉપલબ્ધ છે તો તેનાથી ખાત્રી કરવી જોઈએ અને ફક્ત કલેક્ટરેે બિનખેતીનો આકાર / રૂપાંતરિત કર વસુલ કરવાનો હુકમ અને આપોઆપ કાયમી ઉપજ તરીકે નમુના નં. ૨ માં ચઢી જાય અને તે પણ ઓનલાઈન ડિમાન્ડ નોટીસ સબંધિત ખાતેદારને મોકલાય અને તે ઓનલાઈન ચુકવણું પણ થાય તો સાચા અર્થમાં ઉપર જણાવેલ બાબતોથી કામકાજમાં સરળતા - વાસ્તવિક સ્વરૂપે અમલી બનશે.




ખેત જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળની જમીનો કાયમી ધોરણે - બિન તબદીલીને પાત્ર

ખેત જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળની જમીનો કાયમી ધોરણે - બિન તબદીલીને પાત્ર




ખેત જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળની જમીનો કાયમી ધોરણે - બિન તબદીલીને પાત્ર

લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

આપણા દેશની અર્થવ્યવસ્થા, આજે પણ મુખ્યત્વે ખેતી આધારિત છે (Agrarian Economy) અને કૃષિ વ્યવસાય જમીન સાથે જોડાયેલ છે અને માનવીને પોષણ આપતું ધાન્ય-પાક ખેતી દ્વારા જમીનમાંથી ઉપાર્જન થાય છે.
આઝાદી પહેલાં મહદ્દ અંશે જમીનોની માલિકી રજવાડાઓ હસ્તક હતી અને વ્યવસ્થાના ભાગરૂપે મહેસૂલ ઉઘરાવવા સામંતશાહી સ્વરૂપે (Feudalism) સામાજીક અને આથક માળખું હતું એટલે કે ગુલામી પ્રથા તરીકે (Serfdom) ઓળખાતી વ્યવસ્થા વિદ્યમાન હતી.
થોડા પ્રગતિશીલ રાજ્યો ગાયકવાડ, ભાવનગર કે ગોંડલ જેવા દેશી રજવાડાઓમાં ખેડુતોના હિતનો અભિગમ હતો. બ્રિટીશ હકુમતના વિસ્તારમાં તેમનો મુખ્ય ઉદ્દેશ મહેસૂલી આવક મેળવવાનો હતો એટલે કે એવુ કહી શકાય કે Have અને Have Notનું સામાજીક માળખું હતું. આઝાદી બાદ અને બંધારણ અમલમાં આવ્યા બાદ સામાજીક અને આથક ન્યાયના (Social and Economic Justice) કલ્યાણ રાજ્ય સ્થાપવાના ભાગરૂપે બંધારણની અનુસુચિમાં 'જમીન સુધારા - “Land Reforms” નો સમાવેશ કરેલ છે અને જમીન સુધારાનો ઉદ્દેશ એટલે કે કોઈ માલિકીની જમીન ઉપર લાંબા સમયથી ખેડતા હોય અને તેના બદલમાં ઉપજ કે ભાડું આપતા હોય તેવા Tenants એટલે કે ગણોતીયાઓને કાયમી કબજા હક્ક આપવા માટેનો દરેક રાજ્યોને દિશાનિર્દે તેમજ કુદરતી સંશાધનો એટલે કે જમીનોનું સમન્યાયના ધોરણે વહેંચણી - (Equitable Distribution) માટે ખેત જમીન ટોચ મર્યાદા કાયદો Agriculture Land Ceiling Act અને આ ઉદ્દેશો સિધ્ધ કરવા મુંબઈ રાજ્યમાં એટલે કે હાલના ગુજરાતના ભાગમાં મુંબઈ ખેતવિષયક ગણોત અધિનિયમ અને મુંબઈ ખેત-જમીન ટોચમર્યાદા ધારો અનુક્રમે Bombay Agriculture Tenancy Act ylu Bombay Land Agriculture Ceiling Act ઘડવામાં આવ્યા અને તે મુજબ અમલીકરણ કરવામાં આવ્યું.
ઉક્ત જોગવાઈઓ કાયદા સ્વરૂપે હતી. પરંતુ ભુમિહિન / ખેતમજુરો માટે સામાજીક, આથક બદલાવ લાવવા માટે વિનોબાભાવેએ ''ભુદાન ચળવળ'' શરૂ કરી અને આની પાછળનો ઉદ્દેશ જમીનદારો પાસેથી સ્વૈચ્છિક રીતે જમીનો દાનમાં મેળવવી એટલે કે આ ચળવળનું નામ 'ભુદાન' તરીકે ઓળખવામાં આવ્યું અને વિનોબાભાવે દ્વારા સમગ્ર દેશમાં ફરીને આ કાર્યને ઉપાડેલ ભુદાનમાં મેળવેલ જમીનોને કાયમી કબજાહક્ક તરીકે ખેતમજુરો તેમજ જમીનવિહોણાને (Agriculture Labourers and Landless Families) આપવામાં આવી અને આવી જમીનોના ૭/૧૨ માં જમીનના સત્તાપ્રકાર તરીકે ભુદાન હેઠળ અપાયેલ જમીનએ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો.
સૌરાષ્ટ્ર રાજ્ય ૧૯૫૬ સુધી અસ્તિત્વમાં હતું એટલે ત્યાં ભુદાન સમિતિઓ હેઠળ દાનમાં મળેલ જમીનનો વહિવટ કરવામાં આવતો એટલે કે ભુદાન સમિતિ સબંધિત ગામના ખેતમજુર કે જમીનવિહોણા ઈસમોને જમીન જીવનનિર્વાહ માટે આપવામાં આવતી અને ભુદાન સમિતિ જે જમીન ફાળવે તેની નોંધ હક્કપત્રમાં પાડવામાં આવતી.
રાજ્ય સરકારે ભુદાન હેઠળ અપાયેલ જમીન સબંધિત લાભાર્થી મૃત્યુ પામે તો તેના કાયદેસરના વારસોના નામે પણ કરવાના હુકમો કરેલ છે અને આવી જમીનોના વેચાણ ઉપર કાયમી ધોરણે પ્રતિબંધ છે. (Non Transferrable) આ અંગે અમુક જગ્યાઓએ ભુદાન હેઠળ પ્રાપ્ત થયેલ જમીનોની આંતરિક રીતે તબદીલી પણ કરી છે અને કબજા પણ અન્ય વ્યક્તિઓ પાસે છે.
આ અંગેની નીતિમાં ફેરફાર કરવા તેમજ કાયદામાં ફેરફાર કરવા અમો જ્યારે રાજકોટ કલેકટર હતા, ત્યારે તે વખતના મહેસૂલ અગ્રસચિવ - પનીરવેલ સાહેબ અને અમો મુંબઈ મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે તે અંગે અભ્યાસ માટે ગયેલ કારણકે ગુજરાતના અને મહારાષ્ટ્રના મહેસૂલી તેમજ અન્ય કાયદા એક જ છે કારણ કે આ બંને રાજ્યો અલગ પડયા તે પહેલાં મુંબઈ રાજ્યનો ભાગ હતો અને આજે પણ તે જ કાયદાઓ મુળ સ્વરૂપે અમલમાં છે. મહારાષ્ટ્રમાં પણ આ જમીનો બિનતબદીલીને પાત્ર છે. પાયાનો સિધ્ધાંત ખેતમજુર અને જમીનવિહોણા કુટુંમ્બોને જીવનનિર્વાહ માટે ખાનગી વ્યક્તિની જમીન દાનમાં મેળવીને આપેલ એટલે આશય એ છે કે મુળહાર્દ નિષ્ફળ જવું ન જોઈએ.
પરંતુ પ્રવર્તમાન સ્થિતિમાં અમુક ભુદાન હેઠળની જમીનો માસ્ટર ડેવલપમેન્ટ પ્લાનમાં કે ટી.પી.માં શહેરી વિસ્તારમાં કે વિકસિત વિસ્તારમાં આવી ગયેલ છે અને જ્યાં કાબુ બહારના સંજોગો ખેતી કરવા માટે છે, ત્યાં આ જમીનો વેચાણને પાત્ર બનાવવાને બદલે સરકારના કે મહાનગરપાલિકા / પાલિકાના જાહેર હેતુ માટે આવી જમીનો લેવી જોઈએ અને સબંધિત ભુદાનના લાભાર્થીને પ્રવર્તમાન જંત્રીની બજારકિંમત પ્રમાણે અથવા જમીન સંપાદનના કાયદા પ્રમાણે વળતર આપવું જોઈએ. જેથી મુળ ભુદાન હેઠળનો લાભાર્ર્થી જીવનનિર્વાહ ટકાવી શકે અને શહેરી વિસ્તાર સિવાય કે માસ્ટર ડેવલપમેન્ટ સિવાયની
જમીનો ઉપર યથાવત ધોરણે નિયંત્રણ ચાલુ રાખવું જોઈએ. આમ બદલાતા સંજોગોમાં ભુદાનની જમીનો અંગે સરકાર ઉચિત ફેરફાર કરે તે જરૂરી છે.
આવી જ રીતે જમીન સુધારા કાયદાનો બીજો અધિનિયમ ખેત જમીન ટોચ મર્યાદા આ કાયદા હેઠળ સબંધિત ખાતેદાર મોટા જમીન માલિક સહિત પાસેથી નિયત હોલ્ડીંગ કરતા વધારે જમીન હોય તો તે સીલીંગ હેઠળનો કેસ ચલાવીને સરકારે વધારાની જમીન લઈ લીધી છે અને આવી જમીનો સમગ્ર રાજ્યમાં ટોચમર્યાદા નિયમોને આધીન કલમ-૨૯ હેઠળ જે અગ્રતાક્રમ નક્કી કરેલ છે તે પૈકી અનુસુચિત જાતિ/જન જાતિ, ખેતી સામુદાયિક મંડળીઓ, અનુસુચિત જાતિ અને જનજાતિના સભ્યો કે ખેતમજુરો અને જમીન વિહોણા કુટુંમ્બોને આપવાની જોગવાઈ છે.
આવા પ્રકારની જમીનો જે તે સમયે મંડળીના હોદ્દેદારોએ સબંધિત મંડળીના સભ્યોને જમીનની ફાળવણી પણ કરી છે. થોડી ઘણી મંડળીઓએ થોડો સમય માટે જમીનોનો કાર્યસાધક ઉપયોગ પણ કર્યાે. પરંતુ સબંધિત જમીનના ફાળવણીકારે થોડા સમય બાદ આંતરિક રીતે જમીનો વેચી દીધી છે. ઘણી જગ્યાએ આખેઆખી મંડળીની જમીનો પણ વેચાઈ ગઈ છે.
આવા પ્રકારની જમીનો અમો સુરત પ્રાન્ત હતા ત્યારે ડુમ્મસ કે ગવીયરની મંડળીઓની જમીન શરતભંગ ગણી રાજ્ય હસ્તક લીધેલ તેજ રીતે રાજકોટ જીલ્લામાં લોધીકા કે રાજકોટ તાલુકાની ખેત સહકારી મંડળીઓએ જમીનો દીધેલ તે પણ શરતભંગ હેઠળ જમીનો પરત લેવાના હુકમો કરેલ, પરંતુ મહેસૂલી શાસન વ્યવસ્થામાં જે હુકમો થાય તેનો સાચા અર્થમાં વાસ્તવિક અમલ મહત્વનો છે બાકી બારમાસી અપીલો / રીવીઝનમાં વર્ષોના વર્ષ નીકળી જાય છે અને સબંધિત અમલદારની બદલી થવાથી મુળ સ્વરૂપે અસર રહેતી નથી એ હકીકત સ્વીકારવી રહી. આમ ભુદાનની જેમ ખેતજમીન ટોચમર્યાદા હેઠળ ગ્રાન્ટ કરેલ જમીનો પણ કાયમી ધોરણે બિનતબદીલીને પાત્ર છે.
આની પાછળનું હાર્દ પણ એ જ છે કે કોઈ ખાનગી માલિકીની જમીન વધારાની ફાજલ કરી જરૂરિયાતમંદ કુટુંમ્બોના નિર્વાહ માટે અગ્રતાક્રમ પ્રમાણે આ જમીન ફાળવી હોય છે એટલે આ જમીનોનું વેચાણ કે તબદીલી થઈ શકતી નથી, જયારે ગણોતધારા હેઠળ / સરકારે આપેલ જમીન (સાંથણીમાં) જુની શરતમાં ફેરવાય છે અને બિનખેતીના હેતુ માટે પણ પ્રિમીયમની રકમ ભરપાઈ કરીને વેચાણ કે હેતુફેર કરી શકાય છે. આ જ ધોરણે આદિવાસી / અનુ જનજાતિની કલમ-૭૩એએ હેઠળની જમીન પણ સરકારની કલેક્ટરની મંજુરી વગર તબદીલીને પાત્ર નથી.
પરંતુ ફક્ત અમુક સંજોગોમાં સરકારની બિનખેતીના હેતુ માટે પરવાનગી લઈને ઉપયોગ કરી શકાય છે. જેમ ભુદાનની જમીન માટે શહેરી વિસ્તારમાં જમીન સમાવિ થાય તો તે માટે જે સુધારા કરવાનું સુચવ્યું છે તે જ ધોરણે ખેતજમીન ટોચમર્યાદા માટે નિયમોમાં સુધારો કરવો તે બદલાતા જતા સમયની માંગ છે.
આમ ભુદાન અને ખેતજમીન ટોચમર્યાદા હેઠળની ધારણ કરેલ જમીન હાલના પ્રવર્તમાન નિયમો હેઠળ જમીન વેચાણ / તબદીલી કે બિનખેતીના હેતુ માટે પરવાનગીપાત્ર નથી. જેની સૌ કોઈ જાણકારી લે અને સરકાર ઉક્ત સુચવેલ સંજોગોમાં, જાહેરહેતુ માટે ઉપયોગ કરવા માટે કાયદા / નિયમોમાં ફેરફાર કરવા યથાયોગ્ય જણાય છે.

ગામ નમૂના નં 6 માં ઈ-ધરા કેન્દ્ર ખાતે "વારસાઈ " ફેરફાર નોંધ ની ઓન લાઈન અરજી હવે જાતે ઘર બેઠા કરી શકાશે

ગામ નમૂના નં 6 માં ઈ-ધરા કેન્દ્ર ખાતે "વારસાઈ " ફેરફાર નોંધ ની ઓન લાઈન  અરજી હવે જાતે ઘર બેઠા કરી શકાશે   



















Sunday, May 5, 2019

પ્રોપર્ટી બાબતે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે નાં ગુના ની અગત્ય ની કલમો


પ્રોપર્ટી બાબતે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે નાં ગુના ની અગત્ય ની કલમો

આપણે કોઈ દુકાન, મકાન, ખેતીની જમીન ખુલ્લા પ્લોટ, ઈન્ડસ્ટ્રીઅલ શેડ વગેરે પ્રોપટીનો સોદો કરતી વખતે છેતરાયા હોઈએ તેવું જણાઈ આવે ત્યારે, પોલીસમાં ફરીયાદ આપીએ છીએ ત્યારે આપણી/ફરીયાદ ઉપરથી પ્રાથમિક તપાસના અંતે ક્રિમિનલ ગુનો બનેલ છે કે માત્ર સીવીલ મેટર બનેલ છે તેની તારવણી પોલીસ કાઢે છે. જો તે કામે ક્રિમિનલ ગુનો બન્યો હોય તો કયા ગુના અંગે (એટલેકે કઈ બાબતે) કઈ કલમો લગાડી ગુનાની એફ.આઈ.આર. (ફર્સ્ટ ઈન્ફર્મેશન રીપોર્ટ) દાખલ કરે છે તે વિષે ટુંક સારાંશ માહિતી જાણીએ.

સામાન્ય રીતે પ્રોપર્ટી બાબતે બે જાતના ગુના મુખ્યત્વે બનતા હોય છે..

૧) વિશ્વાસઘાત
૨) છેતરપિંડી

તે કામે જે કલમોનો ઉપયોગ થાય છે તે ભારતીય ફોજદારી ધારા (ઈન્ડિયન પીનલ કોડ) હેઠળની સજા કરવાની કલમો ગુનાના કામે લગાડાય છે અને તપાસ દરમ્યાન તેમજ તપાસ પૂર્ણ થતાં ચાર્જશીટ વખતે પણ લખવામાં આવે છે.
વિશ્વાસઘાત (બ્રીચ ઓફ ટ્રસ્ટ) :

     કોઈ વ્યકિતને પોતાની મિલકતની સાચવણી માટે સોંપવામાં આવી હોય ત્યારે મિલકતની સંભાળ લેનાર વ્યકિત અપ્રામાણિક રીતે મિલકતને પોતાના અંગત ફાયદા માટે મૂળ માલિકની જાણ બહાર વેચી નાંખે તો, તે વ્યકિતએ વિશ્વાસઘાતનો ગુનો કર્યો ગણાય. દા.ત. એક વ્યકિત પરદેશ જાય છે તેણે પોતાનું મકાન બીજી વ્યકિતને સારસંભાળ માટે સોંપી જાય છે. તે પરદેશથી પરત આવતાં જાણવા મળ્યું કે જેને મકાન સોંપેલ છે તે વ્યકિતએ પોતાના ફાયદા માટે આ મકાન વેચી નાંખી મળેલ રકમ પોતાના અંગત કામે વાપરી નાંખી છે. આમ બીજી વ્યકિત ઉપર ભરોસો, વિશ્વાસ રાખી મકાન સોંપેલ તેણે વિશ્વાસનો ગુનાહિત ભંગ કર્યો હોય તેને ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો કર્યો કહેવાય.

     તેવી જ રીતે કોઈ વ્યકિતને મિલકત સોંપવામાં આવી હોય અને તે પાછી માંગવા જતાં તે પાછી ન આપે અને જણાવે કે આ મિલકત તો મારી જ છે ત્યારે પણ તે વિશ્વાસભંગનો ગુનો બને છે.

વિશ્વાસઘાતના ગુનામાં ઈન્ડિયન પીનલ કોડની કલમ મુજબ સજા પ્રમાણેનો સારાંશ :


છેતરપિંડી/ઠગાઈ :

     જે કોઈ વ્યકિત, અન્ય કોઈ વ્યકિતને છેતરીને, તેને કોઈ મિલકત આપી દેવા અથવા કોઈ મિલકત કોઈની પાસે રહેવા દેવા સંમતિ આપવા કપટપૂર્વક અથવા બદદાનતથી લલચાવે અથવા ઈરાદાપૂર્વક લલચાવી એવું કૃત્ય કરાવે જેથી બીજી વ્યકિતના શરીર, મન, પ્રતિષ્ઠા કે મિલકતને નુકસાન થાય તો તેણે ઠગાઈ કરી કહેવાય.

     દા.ત. એક ખેડૂત પોતાનું ખેતર એક વેપારીને વેચાણખત કરી વેચી મારે છે. ત્યારબાદ આ જ ખેડુત ફરીથી ‘આ ખેતર વેપારીને વેચી મારેલ છે’ તેવું જાણવા છતાં, અન્ય એક બીજા વેપારીને પણ આ ખેતર કોઈને વેચેલ નથી તેમ જણાવી આ નવા બીજા વેપારીને ફરીથી વેચી મારે છે ત્યારે આ ખેડૂતે આ નવા બીજા વેપારી સાથે છેતરપિંડી કે ઠગાઈ કરી છે તેમ કહેવાય.

છેતરપિંડીના ગુનામાં ઈન્ડિયન પીનલ કોડની કલમ મુજબ સજાના પ્રમાણનો સારાંશ :



     ઉપર મુજબની વિગતે ગુનાહિત વિશ્વાસભંગમાં એક વ્યકિત બીજી વ્યકિત ઉપર વિશ્વાસ મૂકીને એને મિલકત સોંપે છે. જ્યારે છેતરપિંડીમાં ઠગાઈથી એટલેકે કપટપૂર્વક પ્રથમથી જ બદઈરાદા સાથે ખોટા વચનો આપીને લલચાવીને મિલકત મેળવે છે.
ખોટા દસ્તાવેજો :

     મિલકત સંબંધી અન્ય ગુનાઓમાં ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનાઓનો સમાવેશ થાય છે, જેના સારાંશ રૂપે નીચે વિગત આપવામાં આવી છે.
૧) કોઈ વ્યકિત કપટપૂર્વક અન્ય કોઈ વ્યકિતના નામે ખોટા લખાણ બનાવી કે તેના ઉપર ખોટી સહી કરી કે ખોટા સિક્કા મારી કે ખોટી નિશાનીઓ ઊભી કરી તેવા ખોટા દસ્તાવેજને સાચા તરીકે ઓળખાવે.
અથવા
૨) કોઈ સાચા દસ્તાવેજના મહત્ત્વના ભાગરૂપે કપટપૂર્વક ફેરફાર કરે.

અથવા

૩) મગજની અસ્થિરતાના કારણે અમુક દસ્તાવેજ શા બાબતે છે વગેરે વિગત જે વ્યકિત જાણી શકતી ન હોય અથવા છેતરપિંડીથી કોઈ વ્યકિત પાસે કપટપુર્ણક દસ્તાવેજ પર સહી કરાવે, સિક્કો કરાવે, દસ્તાવેજ કરાવી લે તો તેણે ‘ખોટા દસ્તાવેજ’ બનાવ્યાનો ગુનો કર્યો છે એમ કહેવાય.

     દા.ત. એક ખેડુત પોતાની સહીવાળો બીલ્ડરને જમીન વેચ્યાનો લખેલો રૂા ૧૦,૦૦૦નો સાટાખત ત્રીજી વ્યકિત પાસે છે. આ ત્રીજી વ્યકિત ઈરાદાપૂર્વક કપટ કરવા માટે રૂા ૧૦,૦૦૦ ઉપર એક મીંડુ ચડાવી ૧,૦૦,૦૦૦ની રકમ બનાવે છે. અહીંયા આ ત્રીજી વ્યકિતએ ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કર્યો કહેવાય.

     આવા ખોટા દસ્તાવેજ બનાવવા માટે ઈરાદો ખુબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. સામાન્ય નિયમ પ્રમાણે જુઠો દસ્તાવેજ અપ્રામાણિકપણે બનાવવામાં આવે ત્યારે તે ખોટા દસ્તાવેજ (કુટ લેખન) બને છે.
આમ કરવા પાછળનો ઈરાદો :

૧. જનતાને કે વ્યકિતને નુકસાન કરવાનો હોય
૨. દાવાના સમર્થન માટે ખોટો દસ્તાવેજ બનાવવો. (અહીં દાવાનો અર્થ મિલકત અંગેનો દાવો તેમ સંકુચીત નહીં ગણવો. એક વ્યકિત દાવો કરનારની પત્ની છે, તેવો દાવો કરવો પણ દાવો છે, તે કારણસર)

૩. મિલકત છોડાવવા
. કરાર કરવો

૫. કપટ કરવાના ઈરાદા સાથેનું લખાણ
     આ બધા ખોટા દસ્તાવેજનાં અંગો છે.

‘ખોટા દસ્તાવેજ’ના ગુનામાં ઈન્ડિયન પીનલ કોડની કલમ મુજબ સજા પ્રમાણનો સારાંશ :



સુલેહભંગ કરવા ઉશ્કેરવા માટે ઈરાદાપૂર્વક અપમાન કરવા બાબત :

     આમાં અપશબ્દો બોલવાનો સમાવેશ થાય છે આ કામે ઈ.પી.કો ૫૦૪ હેઠળ બે વર્ષ સુધીની કેદની જોગવાઈ છે.
ગુનાહિત ધમકી :
     મુત્યુ નિપજાવવાના કે મહાવ્યથા નિપજાવવાની ધમકી આપવામાં આવે તો ઈ.પી.કો. ૫૦૬ હેઠળ બે વર્ષ સુધીની કેદનો ગુનો બને છે.








જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજો…

શું છે 7/12 ઉતારા નકલ, ખેડૂતો અને ખેડૂત પુત્રોએ એ સમજવા જેવું અગત્યનું પત્ર…શેર કરી દરેક સુધી પહચાડો..

શું છે 7/12 ઉતારા નકલ, ખેડૂતો અને ખેડૂત પુત્રોએ એ સમજવા જેવું અગત્યનું પત્ર…શેર કરી દરેક સુધી પહચાડો

શું છે 7/12 ઉતારા નકલ, ખેડૂતો અને ખેડૂત પુત્રોએ એ સમજવા જેવું અગત્યનું પત્ર…શેર કરી દરેક સુધી પહચાડો..



૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળ વિ. ની માહિતીની સાથે સાથે સદરહુ જમીનમાં ખેતી વિષયક માહિતીની પણ વારંવાર જરૂરીયાત રહેતી હોવાથી બંને પત્રકો ભેગા કરીને બનાવવામાં આવેલ તેને ૭/૧ર કહીએ છીએ. ૭/૧૨ નો નમુનો સૌ કોઇ મિત્રોએ જોયો જ હશે. તેમાં દર્શાવેલ દરેક માહિતીને A. B. C થી અંકીત કરેલ છે તેની વિગતવાર જાણકારી નીચે મુજબ છે.

(A) બ્લોક નંબર

જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ પેઢી બદલાતી ગઇ. એકંદરે દર રપ વર્ષ પેઢી બદલાતી જાય છે, જેના કારણે નવા વારસદારો ઉમેરાતા જાય અને વારસાઇથી જમીનની વહેંચણી થવાથી જમીનના ટુકડા થતા જાય. આથી દરેક નવા ટુકડાને અલગ નામ / ઓળખાણ / પહેચાન આપવી પડે એટલે કે સર્વે નંબરના ભાગલા / ટુકડા થાય જેને પકી હિસ્સો ત્યારબાદ પેટા હિસ્સો કહેવાયો.
જેમ કે સર્વે નં. ૫૧ ના પ્રથમ વખતના ભાગલાને પ૧/૧, ૫૧/૨, ૫૧/૩ ની ઓળખ મળી. બીજી વખતના ભાગલાને પ૧/૧/એ, પ૧/૧/બી. પ૧/૨/એ, પ૧/૨/બી વગેરે વારસદારો પ્રમાણે ભાગલા પડતા જાય.
આને કારણે એક જ સર્વે નંબરના ઘણા બધા ભાગલા થવાથી ગૂંચ ઉભી થવા લાગી. આથી સરકારે ૧૯૭૬ માં દરેક હિસ્સાને / ભાગલાને પૈકીની જમીનને અલગ ઓળખ આપવા માટે એકત્રીકરણના કાયદા અંતર્ગત ગામની દરેક વિભાજીત જમીનને સ્વતંત્ર અનુક્રમ નંબર આપવાનું નકકી કર્યું અને તે નંબરો દ્વારા જમીનની નવી ઓળખ ઉભી થઇ અને આ નવા અનુક્રમ નંબરો તે બ્લોક નંબર કહેવાયા.
એટલે હવે દરેક ગામની જમીનની ઓળખ બલોક નંબરથી થાય છે. કોઇપણ માહિતી મેળવવી હોય તો હવે માત્રને માત્ર બ-લોક નંબરની ઓળખથી મળી શકે છે.

(B) જમીનનો સત્તા પ્રકાર

આ વિગતમાં જમીન- જુની શરત / નવી શરત / બિનખેતી / ટ્રસ્ટ / ખાલસા / સરકારી કે ગણાતીયા જેવી વિગતો લખેલી હોય છે.

(C) સર્વે નંબર

જે તે ગામના (અંગ્રેજોના સમયમાં) મૂળ સર્વે વખતે જે તે ખેડૂતની જમીનને જે અનુક્રમ નંબર આપવામાં આવેલ હતો તે અનુક્રમ નંબરને સર્વે નંબર કહેવામાં આવે છે.

(D) ખેડવા લાયક જમીન

ગામની ખેતીની જમીનનો અલગ અલગ ઉપયોગ થઇ શકે છે અને તેમાંથી ઉપજ પણ અલગ અલગ થઇ શકે છે અને ગામના વહીવટ માટે મહેસૂલ / લગાન / ટેક્ષ ઉઘરાવવો જરૂરી છે અને આ મહેસૂલ જમીનની ખેતીની ઉપજ / આવક પર આકારવામાં આવે છે. આથી કુલ જમીન પૈકીની, દરેક જમીનના વપરાશ આધારીત તેના ભાગલા પાડવામાં આવેલ હોય છે.
(અ) જરાયત જમીન – આ જમીનમાં કોઇ વિશેષ પ્રકારની ખેતી થતી નથી. આ જમીનને પડતર જમીન પણ કહી શકાય. અને ચોમાસામાં પછી તેમાં આપોઆપ ઘાસ ઉગી નીકળે છે. આથી તેને ઘાસીયું ખેતર પણ કહી શકાય છે. આવી જમીન જરાયત તરીકે ઓળખાય છે.
(બ) બાગાયત : એવા પ્રકારની જમીન કે જેમાં કેરી, ચીકુ વિગેરેની વાડી કે ઝાડો ઉગાડવામાં આવેલ હોય છે અને તેની ઉપજ ઘણી સારી હોઇ શકે છે. આવી જમીન બાગાયત જમીન તરીકે ઓળખવામાં આવે છે.
(ક) કયારી – જે જમીનમાં પાક લેવામાં આવે છે જેમ કે ઘઉં, ડાંગર, જુવાર, મકાઇ અથવા જેમાં કયારી બનાવી ખેતી કરવામાં આવે છે તેવી જમીનને કયારી કહેવામાં આવે છે.

(E) ખેતરનું નામ

ખેડૂત પોતાના અલગ અલગ ખેતરને ઓળખવા માટે પોતે જ તેની અલગ ઓળખ ઉભી કરે છે અને તે જ ઓળખ નામ પ્રચલિત થતાં જે તે ખેતરનું / જમીનનું નામ બની જાય છે. જેમ કે. જલારામનું ખેતર, પોપડું, દેરીવાળું ખેતર, ઉપલું ખેતર, છેવાડાનું ખેતર, આંબાવાળું ખેતર વિગેરે.

(F) પોત ખરાબ

પોત ખરાબ એટલે કુલ જમીન પૈકી કેટલીક એવી જમીન જેમાં કોઇપણ પ્રકારની ખેતી ન થઇ શકે તેને (અ) અને (બ) પ્રકારે વહેચવામાં આવેલી હોય છે. તેમાંથી ઉપજ (Output) ન મળી શકે એવી જમીન એટલે ખડકાળ, પથરાળ જમીન, પાણીનો ભરાવો રહેતો હોય તેવી જમીન, નહેરની બાજુમાં રહેતો હોય. પાણીનો ભરાવો ગાડાવાટની જમીન વિગેરે. કુલ જમીનમાંથી આવી પોત ખરાબની જમીન બાદ કરીને બાકી રહેતી જમીન પર મહેસુલ/ ટેક્ષ વસુલ કરવામાં આવતો હોય છે.

(G) આકર/જુરી

આ બધાનો અર્થ એક જ કે કુલ ખેડવાલાયક / વપરાશલાયક જમીનની ઉપજ ધ્યાનમાં રાખીને તેની ઉપર કેટલો ટેક્ષ ઉઘરાવવો (જેમ કોર્પોરેશનમાં મકાનને આકરણી કરવામાં આવે છે) તેની રકમ નિયત કરવામાં આવેલ હોય છે. આ રકમ વાર્ષિક ટેક્ષ / મહેસુલના રૂપમાં દરેક ખેડૂતે તલાટીને જમા કરાવવાની હોય છે.

(H) ગણાતીયાના નામ

જેમ આપણે ભાડું વસૂલીને મકાન જે વ્યક્તિને ભાડે આપીએ છીએ તે વ્યક્તિ ભાડૂત કહેવાય છે. તે જ રીતે મૂળ પોતે ખેતી ન કરતા વ્યક્તિને (ભાડુ વસૂલીને) ખેડવા આપે છે તે વ્યક્તિ ગણોતિયો કહેવાય અને આ ગણોતિયો અન્ય બીજી વ્યક્તિને ખેડવા આપે તે પેટા ગણોતિયો કહેવાય અને આવી વ્યક્તિનું/વ્યક્તિઓના નામ અહીં ૭/૧ર માં લખેલા હોય છે.

(I) ખાતા નંબર

જેમ બેંકમાં દરેક ખાતેદારને એકાઉન્ટ નંબર આપવામાં આવે છે તે જ પ્રમાણે જે તે ગામના દરેક ખેડૂતને રેવન્યુના રેકર્ડ માટે ખાતા નંબર આપવામાં આવે છે. જે ખેડૂતો પાસે જે તે ગામમાં એક કરતાં વધારે જમીન હોય તો પણ તેનો ખાતા નંબર એક જ રહે છે. એટલે કે જે તે જમીનની ૭/૧ર અલગ અલગ હોય પરંતુ ખેડૂતોનો ખાતા નંબર એક જ હોય.

(J) મોજ જે તે ગામનું નામ

ગામનું નામ, તે ક્યા તાલુકામાં આવેલ છે તેનું નામ અને ક્યા જિલ્લામાં આવેલ છે તેનું નામ.

(K) કબજેદારનું નામ

અહીં જમીનના હાલના કબજેદાર કે માલિકનું નામ લખેલું હોય છે.

(L) નોંધ નંબરો

જૂની ૭/૧રમાં કુંડાળાવાળા આંકડા જેમ કે ૧૨૫, ૧૪૧. નવી ૭/૧૨ માં સાદા આંકડાઓ જેમ કે ૧૨૫, ૧૪૧, ૧s૮, ર૦૫. આ આંકડાઓ એ ખેડૂતની જમીનનો ઇતિહાસ દર્શાવે છે. આ ઇતિહાસને વાંચવા માટે આ આાંકડાઓની હકક પત્રક- ૬ ની નકલો કઢાવવાની હોય છે.

(M) બીજા હકકો અને બોજાની વિગત

સદરહુ જમીનમાં મૂળ માલિકનો તો હકક હોય જ છે પરંતુ સાથે સાથે કોઇક ભૂતકાળના લખાણથી અન્ય કોઇકનો પણ તેમાં લાભ / ભાગ / હકક / હિસ્સો પ્રસ્થાપિત થતો હોય તો તેની વિગતની જાણકારી અહીં લખેલી હોય છે. વધુમાં સદરહુ જમીન પર કોઇ લોન / બોજો લીધેલો હોય કે જમીન તારણમાં હોય, જમીન ગીરવે મુકેલ હોય તો તેની વિગત પણ અહીં દર્શાવેલી હોય છે. આને આપણે આર.સી. બુક સાથે સરખાવી શકીએ.

(N) બાંધકામ સી.ઓ.પી.

જે જમીન બિનખેતી થયેલ હોય અને તેના પ્લાન મંજૂર થયેલા હોય તો અહીં મંજૂર થયેલા બાંધકામનો એરીયા તથા ખુલ્લી રાખવાની જગ્યા (સી.ઓ.પી. માર્જિન રોડ વિ.) ની વિગત લખેલી હોય છે.

(O) ખેતી વિષયક માહિતી

અહીં વર્ષવાર જમીન ખેડનાર ખેડૂતનું નામ મોસમ પ્રમાણે વાવેતરની વિગત તેનો પ્રકાર ક્ષેત્રફળ પિત-કપિત તથા પિયતનું સાધન ઝાડની વિગત અને જે જમીન પડતર રહેલી હોય તો તેની વિગત તથા જે તે પ્રકારનો પાક ઉગાડવામાં આવેલ હોય તો તેની માહિતી મળી રહે છે. આ વિગત ખેડૂતોને ભવિષ્યમાં હકક હિતને લગતી તકરાર, પાક લોન, પાક વીમા, જમીન સંપાદન જેવી કામગીરીમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે.
બીજા મિત્રોને પણ આ જાણકારી આપવા માટે આ પોસ્ટ અવશ્ય શેર કરો જેથી આપને અને આપના મિત્રો, સબંધીને આ અતિમહત્વ ના દસ્તાવેજની ઉપયોગીતા અને કઈ રીતે સરળતા થી મેળવી શકાય તે જાણકારી પહોચે.

જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજો…